વલસાડઃ થોડા દિવસ પહેલા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે બહારથી 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતુ અને હવે ફરીથી નશાનો સામાન ઝડપાયો છે.
વાપીમાંથી વલસાડ એસઓજી, એન્ટી નાર્કોટિક વિંગ અને ડુંગરા પોલીસે જુદી જુદી ત્રણ જગ્યોઓ પર દરોડા કરીને 13.90 કરોડ રૂપિયાથી વધુની કિંમતના 2500 કિલોથી વધુ નશીલા પદાર્થો ઝડપી પાડ્યાં છે.
વાપીના છીરી ગાલા મસાલાના એક ઘરમાં પોલીસે રેડ કરી હતી. મોહમ્મદ અમીન મોહમ્મદ બાસુ ખાનના મકાનમાં કરેલી તપાસમાં કેનોબીસ નામના નસીલા પદાર્થની 387.750 કિલો ગ્રામ નશીલી ગોળીનો જથ્થો મળ્યો હતો.જેની બજાર કિંમત 1.93 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.
પછી પોલીસે તાત્કાલિક દાદરા નગર હવેલી અને ગુજરાતની હદ પર તીઘરા રોડ પર પ્રદીપ ઉર્ફે મનુ વર્માની દુકાનમાં રેડ કરી હતી. દુકાનમાંથી પણ 10.93 કરોડની કિંમતનો કેનોબીસની ગોળીઓનો જથ્થો મળ્યો હતો.














