સુરતઃ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને, ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે જાહેર જનતાને શુદ્ધ ખાદ્ય પદાર્થો મળે તે માટેની સંયુક્ત ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગ રૂપે સુરતના કામરેજ અને બનાસકાંઠાના ડીસામાં ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યાં હતા, જેમાં નકલી અને ભેળસેળયુક્ત ઘીના ઉત્પાદનમાં સંડોવાયેલા એક મોટા સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. આ કામગીરી દરમિયાન, ટીમે આશરે 6,000 લિટર ઘી જપ્ત કર્યું હતું, જેની કિંમત રૂ. 35 લાખથી વધુ છે.
રાત્રિના અંધારામાં બનાવતા હતા નકલી ઘી, લાઇસન્સ વિના ચાલતી ફેક્ટરી સીલ કરી, 35 લાખ રૂપિયાનો માલ જપ્ત

દરોડામાં ટીમે નકલી ઘી બનાવવા માટે વપરાતા રસાયણો, પામ તેલનો એક જથ્થો અને મોટી માત્રામાં દૂધ પાવડર પણ જપ્ત કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે નકલી ઘી પામ તેલ અને રસાયણોને ભેળવીને તૈયાર કરવામાં આવતું હતું અને પછી બજારમાં સપ્લાય કરવામાં આવતું હતું.
ટીમે કામરેજ વિસ્તારમાં હિંદવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થિત કેવલ ફૂડ પ્રોડક્ટ્સ નામની ફૂડ ફેક્ટરી પર દરોડા કર્યા હતા. 5,157 લિટર ભેળસેળયુક્ત ઘી અને 1,485 લિટર પામ તેલ જપ્ત કરવામાં આવ્યું હતું. ફેક્ટરી સંચાલક પાસે ફૂડ વિભાગનું લાઇસન્સ ન હતું.
ફેક્ટરીને બહારથી તાળું મારી દેવામાં આવ્યું હતું અને અંદર નકલી ઘીનું ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતું હતું. ફેક્ટરી માલિકે ફૂડ સેફ્ટી ટીમને જણાવ્યું કે ફેક્ટરી ફક્ત રાત્રે જ કાર્યરત રાખવામાં આવતી હતી. આ નકલી ઘી શહેરની વિવિધ ડેરીઓમાં સપ્લાય કરવામાં આવતું હતું.
ફેક્ટરી માલિકના જણાવ્યાં મુજબ, બજારમાં ઘી સામાન્ય રીતે રૂ. 600 થી રૂ. 800 માં વેચાય છે, જ્યારે તેઓ પામ તેલ અને રસાયણોનું મિશ્રણ કરીને બનાવેલ નકલી ઘી વેપારીઓને લગભગ રૂ. 400 માં વેચતા હતા.
કાર્યવાહી બાદ, ફૂડ સેફ્ટી વિભાગે ફેક્ટરી સીલ કરી દીધી. જપ્ત કરાયેલા નકલી ઘીના નમૂનાઓ ફોરેન્સિક લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસારિયાએ જણાવ્યું કે ફૂડ સેફ્ટી વિભાગે પોલીસ સાથે મળીને આગામી તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ ખોરાક મળે તે માટે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગ રૂપે, કામરેજ અને ડીસામાં દરોડા પાડવામાં આવ્યાં હતા, જેમાં રૂ. 35 લાખથી વધુનું ભેળસેળિયું ઘી જપ્ત કરવામાં આવ્યું હતું.
લોકોને શુદ્ધ ઘી, પનીર અને માવો મળે તે સુનિશ્ચિત કરવા માટે હોટલ અને ડેરીઓમાં તપાસ કરવામાં આવી રહી છે. જો ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો મળી આવશે, તો સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વેપારીઓને ચેતવણી પણ આપી હતી કે ભેળસેળયુક્ત ખોરાક વેચતા કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
આ પણ વાંચો
ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત

આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે

સુરત મનપામાં ભ્રષ્ટાચાર સામે ACB એક્શનમાં:સ્ટ્રીટ લાઈટ કૌભાંડમાં પૂર્વ વિજિલન્સ ઓફિસર સહિત 5 અધિકારીઓ સામે તપાસની મંજૂરી માંગી

સુરતમાં તાપી કિનારે પત્નીએ પ્રેમી સાથે ઝેર પી આપઘાત કર્યો, આઘાતમાં પતિએ પણ ગળેફાંસો ખાધો


ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત

આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે

સુરત મનપામાં ભ્રષ્ટાચાર સામે ACB એક્શનમાં: સ્ટ્રીટ લાઈટ કૌભાંડમાં પૂર્વ વિજિલન્સ ઓફિસર સહિત 5 અધિકારીઓ સામે તપાસની મંજૂરી માંગી









