- માત્ર ત્રણ દિવસ માટે મળશે ચોમાસું સત્ર
- 8 થી 10 સપ્ટેમ્બર વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાશે
- વિવિધ મુદ્દાઓ પર ગૃહમાં ગરમાવો જોવા મળી શકે છે
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યાં છે. રાજ્યપાલ દ્વારા વિધાનસભાના નવમા સત્રનું વિધિવત આહ્વાન કરવામાં આવ્યું છે. આ અંગેની સત્તાવાર જાણકારી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી છે.













