- 30 ઓગસ્ટે સતિષ પુનિયા રાજસ્થાની સમાજ સાથે સંવાદ કરશે
- 2 સપ્ટેમ્બરે ભાજપ પ્રભારી તરુણ ચૂગનો પ્રથમ સત્તાવાર પ્રવાસ
ગાંધીનગરઃ ગુજરાત ભાજપ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા માટે આગામી દિવસોમાં ભાજપના બે ટોચના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. રાષ્ટ્રીય નેતા સતિષ પુનિયા 30 ઓગસ્ટે અને ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રભારી તથા રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂગ 2 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે, જેને પગલે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.













