વડોદરાઃ 1 જુલાઈ 2025માં ભારતનું ફૂડ ડિલિવરી માર્કેટ 46 અબજ અમેરિકી ડોલરના મૂલ્યાંકન સુધી પહોંચ્યું છે અને મેટ્રો શહેરોની બહાર પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે. આવી સ્થિતિમાં Easy Cater પારદર્શક અને રેસ્ટોરન્ટ- ફર્સ્ટ મોડલ સાથે દેશવ્યાપી વિસ્તરણની શરૂઆત -એક શહેરથી બીજા શહેર સુધીના- અભિગમ સાથે કરી રહ્યું છે. ભારતીય ફૂડ-ટેક ક્ષેત્રની અગ્રણી અને નવું જ સ્ટાર્ટઅપ Easy Cater એ આજે તેના દેશવ્યાપી હાઇપરલોકલ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના તબક્કાવાર લોન્ચની સત્તાવાર જાહેરાત કરી છે.
કંપનીએ વડોદરાને તેના પ્રથમ લાઇટહાઉસ માર્કેટ તરીકે પસંદ કર્યું છે. 17 જૂન, 2026થી કાર્યરત બનેલા આ પ્લેટફોર્મને શરૂઆતના થોડા જ અઠવાડિયામાં ગ્રાહકો તરફથી નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે અને 33,500 થી વધુ ડાઉનલોડ નોંધાયા છે. આ પ્રારંભિક સફળતાને આધારે કંપનીએ અમદાવાદ, સુરત, જયપુર, ઇન્દોર અને નાગપુરમાં રેસ્ટોરન્ટ પાર્ટનરોને જોડવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. જેનો હેતુ ભારતના ઝડપથી વિકસતા ટિયર-1 અને ટિયર-2 શહેરોમાં પોતાની હાજરી મજબૂત બનાવવાનો છે.
Easy Cater નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ફૂડ ડિલિવરી ઇકોસિસ્ટમમાં રહેલી આર્થિક અસમાનતાઓને દૂર કરવાનો છે, જ્યાં રેસ્ટોરન્ટોને અસ્થિર નફાકારકતા અને ઊંચા કમિશનનો સામનો કરવો પડે છે, જ્યારે ગ્રાહકો અજાણતા છૂપા અને વધારાના ચાર્જ ચૂકવે છે. આ પરિસ્થિતિના વિકલ્પરૂપે Easy Cater પારદર્શક અને ઓછી કમિશન આધારિત મોડલ રજૂ કરે છે, જે પરંપરાગત ફૂડ ડિલિવરી એગ્રીગેટર્સની સરખામણીએ રેસ્ટોરન્ટ ભાગીદારોને વધુ નફાકારકતા પ્રદાન કરે છે. કંપનીનું ફેર-પ્રાઇસિંગ માળખું વધુ પ્લેટફોર્મ કમિશન દૂર કરે છે, જેથી રેસ્ટોરન્ટો યોગ્ય ઓનલાઇન કિંમતો જાળવી શકે અને તેનો સીધો લાભ ગ્રાહકોને આપી શકે.
જ્યારે પરંપરાગત મોટા પ્લેટફોર્મોએ અત્યાર સુધી પોતાના માળખાને મુખ્યત્વે ટિયર-1 મહાનગરોમાં કેન્દ્રિત રાખ્યું છે, ત્યારે ઉભરતા શહેરો અને પ્રાદેશિક કેન્દ્રો ભારતના આગામી ફૂડ ડિલિવરી વિકાસનું મુખ્ય કેન્દ્ર બની રહ્યાં છે. ઉદ્યોગના અભ્યાસ મુજબ, આવા બજારો હાલમાં દેશના કુલ ફૂડ ડિલિવરી ઓર્ડરમાં લગભગ 48 ટકા હિસ્સો ધરાવે છે અને વર્ષ 2034 સુધીમાં આ સમગ્ર બજારનું કદ 270 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. Easy Cater ની હાઇપરલોકલ વ્યૂહરચનાના કેન્દ્રમાં દરેક શહેરની અનોખી ખાણીપીણી સંસ્કૃતિને ઉજાગર કરતી સમુ ગ્રુપ આધારિત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ એપ સુવિધાઓનો સમાવેશ થાય છે.













