- સયાજીગંજની એમ્બેસેડર હોટલમાં રહસ્યમય રોકાણ
- કાશ્મીરી આતંકી સાથે ગુપ્ત બેઠક અને યુવકોને ભ્રમિત કરવાનું કાવતરું
- હોટલ મેનેજર દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા
વડોદરાઃ ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ આતંકી મોડ્યુલ સામે ચલાવવામાં આવેલા મોટો ઓપરેશન દરમિયાન વડોદરા કનેક્શન સામે આવતાં ચકચાર ગઈ છે. આ મામલે ATS દ્વારા બનાસકાંઠા, નવસારી અને પાટણ સહિતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 13 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી.













