વડોદરાઃ પોલીસે એક મોટા સાયબર છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. વડોદરા લોકલ કંટ્રોલ બોર્ડ (LCB) ઝોન 2 ની એક ટીમે અકોટા વિસ્તારમાં નકલી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર પર દરોડા પાડ્યા હતાં અને ચાર શખ્સોની ધરપકડ કરી હતી. વડોદરા સ્થિત શંકાસ્પદો અમેરિકન નાગરિકોને લોન મંજૂરીના ખોટા વચનો આપીને લલચાવતા હતા અને તેમની પાસેથી ડોલરમાં પૈસા પડાવતા હતા.
આ ગેરકાયદેસર કોલ સેન્ટર અકોટા વિસ્તારમાં પ્રધાનજી કી ચાલ પાસે બેરીલ એપાર્ટમેન્ટ્સમાં કાર્યરત હતું. અહીંથી આરોપીઓ વિદેશમાં રહેતા લોકોને ફોન કરીને નાણાંકીય છેતરપિંડી કરતા હતા. કેસની માહિતી મળ્યાં બાદ, LCB ઝોન-2 ની ટીમે તે સ્થળે દરોડા પાડ્યા અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ કોઈ પણ લાઇસન્સ કે કાનૂની પરવાનગી વિના આંતરરાષ્ટ્રીય કોલિંગ કામગીરી ચલાવતા હતા. તેઓ યુએસ નાગરિકોનો સંપર્ક કરતા હતા અને તેમને કહેતા હતા કે તેમની લોન મંજૂર થઈ ગઈ છે અને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તેમને ફી ચૂકવવાની જરૂર પડશે.
લોનના નામે તેમની પાસેથી $150 થી $200 પડાવવામાં આવતા હતા













