- 7 દિવસ પછી નવી પેટર્ન સામે આવી, દરિયાની ભરતી- ઓટનું પ્રાથમિક તારણ
- અન્ય કૂવામાં પાણી સ્થિર, સેમ્પલ લેબમાં મોકલાયા
મોરબીઃ તાલુકાના વીરપરડા ગામે એક કુવામાં અચાનક પાણી હિલોળા લેવા લાગવાની અનોખી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે કૂતુહલ સરજાવ્યું છે. છેલ્લાં 7 દિવસથી બની રહેલી આ ઘટનાનું રહસ્ય દિવસેને દિવસે વધુ ઘેરું બની રહ્યું છે. કૂવાના પાણીની હલચલ અંગે અભ્યાસ કરતા એક અલગ જ પેટર્ન સામે આવી રહી છે, જેને પગલે તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ દોડતા થયા છે.













