- અનિવાર્ય કે તાકીદની વહીવટી જરૂરિયાત સમયે તરત જ બદલી કરી શકાશે
- જે તે ખાતાના વડાની બદલીઓની મૂળ સત્તા યથાવત રહેશે
- બદલીઓ જે તે ખાતાના વડાના મહેકમ પૂરતી જ સીમિત રહેશે
- બદલી કરતા પહેલા સંબંધિત જિલ્લા કક્ષાના વિભાગીય અધિકારી સાથે જરૂરી સંકલન કરવું ફરજિયાત
ગાંધીનગરઃ રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માત્ર મહેસૂલ વિભાગ હસ્તકની તમામ જિલ્લા-તાલુકા કચેરીઓમાં કાર્યરત વર્ગ-3ના કર્મચારીઓની જિલ્લા આંતરિક બદલીની સત્તા કલેક્ટરોને સોંપાઈ છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, સુદ્રઢ બનાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.













