- અમદાવાદમાં આંકડો 192 પર પહોંચ્યો
ગાંધીનગરઃ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓએ ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કર્યું છે, જે હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં 501 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલા લોકોમાં 100થી વધુ મહિલાઓ અને 30 બાળકોનો સમાવેશ થાય છે.













