( પ્રતિકાત્મક ફોટો)
રાજકોટઃ જંગ્લેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે 7 શખ્સોએ સામૂહિક બળાત્કાર કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઇન્સ્ટાગ્રામ મારફતે પહેલા મિત્રતા કેળવી બાદમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવીને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ છે.













