- પાલિકાએ ડિમોલિશન કર્યાનો સાફ ઈન્કાર કર્યો
- પોલીસની ભૂમિકા સામે સવાલો ઉભા થયા
- ધારાસભ્ય વિનુ મોરડીયા પણ ચોંકી ગયા, આખરે કોણ તોડી ગયું આ મકાનો ?
સુરતઃ કતારગામ વિસ્તારમાં આવેલા વેડદરવાજા નાસીરનગર સ્લમ એરિયામાં થયેલી ડિમોલિશનની કામગીરી પુરા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. ગરીબોના આશરે 100 જેટલા મકાનો તોડી પાડીને અનેક લોકોને રસ્તા પર લાવી દેવાયા બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, આ મકાનો આખરે તોડ્યા કોણે ? કારણ કે, ડિમોલિશન સમયે મહાનગરપાલિકા અને પોલીસની હાજરી હોવા છતાં, હવે વહીવટી તંત્ર આ કામગીરી પોતે કરી હોવાનો સાફ ઇન્કાર કરી રહ્યું છે.













