ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડો વધી રહ્યાં છેેે.

જીએસટી બોગસ બિલિંગ કૌભાંડનું ભાવનગર પછી સુરત બન્યું હબ.

કરોડો રૂપિયાની આઇટીસીનો પર્દાફાશ કરાયો, અંદાજે 2000 કરોડ રૂપિયાની આઇટીએ મળી આવી 

સુરતઃ ભાવનગરના બોગસ બિલિંગના માફિયાઓ વર્ષ પહેલા જ સુરતમાં સક્રિય થઇ ગયા હતા અને સરકારી તિજોરી ખાલી કરવાનું અહી મસમોટું કૌભાંડ ચાલી રહ્યું હતુ, આ મામલે ગુજરાત પોસ્ટ ન્યૂઝની ટીમે અનેક સ્ટોરી કરીને અહીં કૌભાંડો ચાલી રહ્યાં છે, તેનો પર્દાફાશ કર્યો હતો અને રાજ્ય સરકારને ચેતવી હતી, તેમ છંતા જે તે સમયે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હતી અને હવે સુરતમાંથી મસમોટું કૌભાંડ ઝડપાયુંં છે. કેન્દ્રીય એજન્સી DGGI એ છેલ્લા થોડા મહિનાઓમાંં જુદા જુદા કેસોમાં 1.54 લાખ કરોડ રૂપિયાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાંં સુરતમાં પણ કરોડો રૂપિયાની હેરાફેરી સામે આવી છે.