- જેલમાં ઘડાયું હતું હત્યાનું કાવતરું
- કાર રોકી ચારેય તરફથી ઘેરીને હત્યા કરી નાખવામાં આવી
સુરતઃ ભેસ્તાન વિસ્તારમાં આવેલા ભીમનગર સરસ્વતી આવાસ પાસે ગત બુધવારે બપોરે બનેલી અતિ ધાતકી અને ચકચારી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માથાભારે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સતિષ મરાઠા નામના શખ્સ પર અગાઉથી તક જોઈને બેઠેલા હુમલાખોરોએ ફાયરિંગ કરવા ઉપરાંત તલવાર, કુહાડી અને ધારીયા જેવા ધારદાર હથિયારો વડે છાતી તથા મોંના ભાગે 39 જેટલા ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી. આ સમગ્ર બનાવનો લાઈવ વીડિયો સામે આવ્યો હતો.













