- રાજ્યમાં સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં 164 તાલુકાઓમાં વરસાદ
- સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 12 ઈંચ,
- સુરત શહેરમાં 10 ઈંચથી વધુ. સુરતના પલસાણા તેમજ નવસારીમાં 8- 8 ઈંચ વરસાદ નોંધાયો
ગાંધીનગરઃ ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરતમા મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દર્શાવતાં શહેર જળબંબાકાર થયું છે. બોટ અને ટ્રેક્ટરથી રેસ્ક્યૂ કરવાની નોબત આવી છે.













