- પરિણીત યુવક અને 16 વર્ષીય સગીરાનો આપઘાત
- સાથે મજૂરીકામ કરતાં બંધાયો હતો પ્રેમસંબંધ
સુરત: શહેરના સંજયનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર નજીક એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. પ્રેમપ્રકરણમાં બે દિવસથી ગુમ થયેલા એક 24 વર્ષીય પરિણીત યુવક અને 16 વર્ષીય સગીરાએ ખાડી કિનારે આવેલા બીલીપત્રના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 13 ઓગસ્ટે શ્રાવણ મહિનાના પ્રારંભે જ રામજીનગર સોસાયટી નજીક બંનેના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.













