- CBI અને સુપ્રીમ કોર્ટના નકલી લેટરો બતાવીને ડરાવ્યાં
- રૂપિયા 3 લાખના કમિશન માટે બેંક ખાતું આપનાર સાગરિતના એકાઉન્ટમાંથી રૂ.1 કરોડથી વધુના વ્યવહારો મળ્યાં
- હૈદરાબાદના રૂ. 2.13 કરોડના ફ્રોડ સાથે કનેક્શન ખુલ્યું
સુરત: શહેરમાં ડિજિટલ અરેસ્ટના નામે મોટી છેતરપિંડી આચરતી ગેંગનો સુરત સિટી સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યો છે. સીબીઆઈ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે સુરતના એક દંપતીને સતત 5 દિવસ સુધી ઘરમાં જ ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.13 લાખ પડાવી લેવાના કેસમાં પોલીસે મુખ્ય સાગરિત અફાક આલમ અંસારી (ઉં.વ. 35) ને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના બિજનોરનો અને હાલ મુંબઈના મલાડ વેસ્ટમાં રહેતો આરોપી ઇક્વિપમેન્ટ સપ્લાયના વ્યવસાયની આડમાં સાયબર માફિયાઓને બેંક એકાઉન્ટ પૂરા પાડવાનું નેટવર્ક ચલાવતો હતો.













