- ડિંડોલીની હોસ્પિટલ બહાર મૃતદેહ મૂકી ઉગ્ર વિરોધ કરાયો
- સ્થિતિ બગડતા બાઉન્સરો અને પોલીસ બોલાવવી પડી
- ડૉક્ટરે હાર્ટ અટેકનું કારણ આપ્યું
સુરતઃ ડિંડોલી વિસ્તારમાં આવેલી અનુપમ સર્જિકલ હોસ્પિટલમાં પિત્તાશયનીપથરીના ઓપરેશન બાદ એક દર્દીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતા ચકચાર મચી ગઈ છે. સચિન વિસ્તારમાંથી સારવાર માટે આવેલા ધરમવીરસિંહ નામના દર્દીનું સર્જરીના થોડા જ સમયમાં મોત થતાં રોષે ભરાયેલા પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો હતો. પરિવારે હોસ્પિટલની બહાર જ મૃતદેહ મૂકી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મામલો બિચકતાં તબીબે પોતાની સુરક્ષા માટે બાઉન્સરો અને પોલીસની મદદ લેવી પડી હતી.













