તાપીઃ જિલ્લાના ડોલવણ ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક સફળ ટ્રેપનું આયોજન કરીને નાયબ મામલતદાર પાર્થેશકુમાર નારાયણભાઇ કટારાને રૂપિયા 25,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યાં છે.
તાપીના ડોલવણના નાયબ મામલતદાર રૂ. 25 હજારની લાંચ લેતા ઝડપાયા

ફરિયાદીએ ડોલવણના કમલાપોર ગામ ખાતે આવેલ બ્લોક નં-38 વાળી ખેતીની જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદ કરવા માટે વેચનાર પાસેથી લેખિત સંમતિ મેળવી હતી. ત્યારબાદ, સદર જમીનને જરાયત માંથી બાગાયતીમાં તબદીલ કરવા અને તેની એન્ટ્રી કરાવવા માટે મામલતદાર કચેરી ડોલવણ ખાતે જરૂરી દસ્તાવેજી રેકોર્ડ સાથે અરજી કરી હતી.
આ જમીનને જરાયતમાંથી બાગાયતમાં તબદીલ કરવાની સત્તાવાર કામગીરી કરવાના બદલામાં આરોપી નાયબ મામલતદાર પાર્થેશકુમાર નારાયણભાઇ કટારાએ ફરિયાદી પાસે રૂ. 25,000 ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેઓએ ACB નો સંપર્ક કરી કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
મામલતદાર કચેરી, ડોલવણ, જી.તાપીની કચેરી ખાતે ફરજ બજાવતા નાયબ મામલતદાર, ડીઝાસ્ટર, પાર્થેશકુમાર નારાયણભાઇ કટારા રૂ.૨૫,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.@sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani@InfoGujarat @HARESHM38109376@BaldevD11469478 #ACBGujarat #Gujarat #FightAgainstCorruption pic.twitter.com/D0QCmZUbhX
— ACB Gujarat (@ACBGujarat)
એ.સી.બી.ની ટીમ દ્વારા ડોલવણ તાલુકા સેવાસદન ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીએ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂ.25000 સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને સ્થળ પર જ રંગેહાથ પકડી પાડ્યાં હતા.
કામગીરી કરનારી ટીમ
- ટ્રેપીંગ અધિકારી: એસ.ડી.ધોબી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય, એ.સી.બી. પોલીસ સ્ટેશન તથા ટીમ
- સુપર વિઝન અધિકારી: આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત
- ઇન્ચાર્જ અધિકારી: બળદેવ દેસાઇ, IPS, નાયબ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, વડોદરા
આ પણ વાંચો
ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત

આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે

સુરત મનપામાં ભ્રષ્ટાચાર સામે ACB એક્શનમાં:સ્ટ્રીટ લાઈટ કૌભાંડમાં પૂર્વ વિજિલન્સ ઓફિસર સહિત 5 અધિકારીઓ સામે તપાસની મંજૂરી માંગી

સુરતમાં તાપી કિનારે પત્નીએ પ્રેમી સાથે ઝેર પી આપઘાત કર્યો, આઘાતમાં પતિએ પણ ગળેફાંસો ખાધો


ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત

આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે

સુરત મનપામાં ભ્રષ્ટાચાર સામે ACB એક્શનમાં: સ્ટ્રીટ લાઈટ કૌભાંડમાં પૂર્વ વિજિલન્સ ઓફિસર સહિત 5 અધિકારીઓ સામે તપાસની મંજૂરી માંગી









