ACB એ નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (NIMS)ના એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. નોરી લક્ષ્મી ભાસ્કર વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિ (DA) નો ગુનો દાખલ કરાયો હતો. એજન્સી દ્વારા હૈદરાબાદ સ્થિત તેમના 8 જેટલા સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ACB ના જણાવ્યાં અનુસાર, દસ્તાવેજોમાં નોંધાયેલી સંપત્તિનું મૂલ્ય આશરે રૂ. 6.13 કરોડ છે, જ્યારે તેની વાસ્તવિક બજાર કિંમત રૂ. 100 કરોડથી પણ વધુ હોવાનો અંદાજ છે.
દરોડા દરમિયાન વિશાખાપટ્ટનમમાં 8 ફ્લેટ, 4 પ્લોટ અને 800 ચોરસ વારનો એક પ્લોટ. આ ઉપરાંત એક 4-BHK લક્ઝરી ફ્લેટ, કુકટપલ્લીમાં બે 3-BHK ફ્લેટ અને મણિકોંડા, પેટબશીરાબાદ તથા કુકટપલ્લી વિસ્તારમાં પાંચ 2-BHK ફ્લેટ મળી આવ્યાં હતા.
બેંક ખાતાઓમાં રૂ. 41 લાખ, પોસ્ટ ઓફિસમાં રૂ. 12 લાખ, ખાનગી નાણાંકીય રોકાણમાં રૂ. 35 લાખ અને મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 29.55 લાખ જમા હોવાનું સામે આવ્યું છે. 517.8 ગ્રામ સોનાના દાગીના, જગુઆર, ઓડી અને ટાટા નેક્સન જેવી કારોનું કલેક્શન, ચાર ટુ-વ્હીલર અને આશરે રૂ. 5 લાખના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે.
તપાસમાં એ પણ વિગત સામે આવી છે કે ડૉ. ભાસ્કરે DRT વિવાદ હેઠળના એક ફ્લેટમાં રૂ.1.30 કરોડનું રોકાણ કર્યું હતું, તેમજ કથિત રીતે અલગ-અલગ વ્યક્તિઓને રૂ. 1.33 કરોડની પર્સનલ લોન પણ આપી હતી. ACBએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધીને તમામ મિલકતોના દસ્તાવેજોની ચકાસણી અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.