- ડેસર પોલીસે કોલ રેકોર્ડ અને મોબાઇલ ડેટાનેઆધારે તપાસ શરૂ કરી
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાજપ યુવા મોરચાના સ્થાનિક હોદ્દેદાર પ્રફુલસિંહ સોલંકીનો તેમના જ નિવાસસ્થાનેથી રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવતા યુવા નેતાના અચાનક મોતથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઇ છે.













