- રૂ. 24 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં થોડા જ સમયમાં તિરાડો પડી
- અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પાપે ભાજપ સરકારનું નામ ખરાબ થઇ રહ્યું છે
વડોદરા: સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસે આવેલી મેસરી અને કરડ નદી પર નિર્માણ પામેલા નવા બ્રિજના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ભાજપના જ ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. છેલ્લા 5 મહિનામાં બીજી વખત સીએમને પત્ર લખીને તેમણે અધિકારીઓ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે, ધારાસભ્યે આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે વિજીલન્સ તપાસ કરીને કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.













