- ઘરવખરી પલળી, ત્રણ દિવસ પાણીમાં રહ્યાં છતાં સહાય નથી આપવામાં આવી
- અન્યાયનો આરોપ લગાવ્યો
સુરતઃ શહેરમાં તાજેતરમાં આવેલા ખાડી પૂરને કારણે ડીંડોલી અને ગોડાદરા વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ હતી. સરકાર દ્વારા પૂર અસરગ્રસ્તો માટે કેશ ડોલ અને રાહત સહાયની જાહેરાત કરાઈ હોવા છતાં દિવસો વિત્યા બાદ પણ સ્થાનિક રહીશો સહાયથી વંચિત રહેતાં તંત્ર સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે.













