સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં સગીરની જાહેરમાં ચપ્પુના ઘા મારી નિર્દયી હત્યા કરવામાં આવી છે. જે મામલે પોલીસે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમની સારવાર ચાલી રહી છે.
બાઇક અથડાવવા જેવી બાબતમાં સુરતમાં સગીરની ચપ્પુના ઘા મારીને હત્યા, પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ

લિંબાયત વિસ્તારમાં સામાન્ય બાઈક અથડાવાની બાબતે બોલાચાલી થતા થોડા જ સમયમાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. આરોપી રાહુલ જોગી 17 વર્ષીય અનુરાગ પવાર પર હુમલો કરીને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ અનુરાગને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ સ્થળ પર પહોંચીને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી રાહુલ જોગીને મીઠી ખાડી વિસ્તાર પાસેથી ટ્રેસ કર્યો હતો. પોલીસ તેને પકડવાનો પ્રયાસ કરતા આરોપીએ અચાનક પોલીસ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.પરિસ્થિતિ વધુ બેકાબૂ બનતા પોલીસે આત્મરક્ષામાં અને આરોપીને કાબૂમાં લેવા બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસના ફાયરિંગ દરમિયાન આરોપી રાહુલ જોગીના પગમાં ગોળી વાગી હતી. જેના કારણે તે ઘાયલ હાલતમાં ઢળી પડ્યો હતો. ત્યારબાદ પોલીસે તાત્કાલિક આરોપીને કસ્ટડીમાં લઈ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ પણ વાંચો
SGST ના કયા ઉચ્ચ અધિકારીની છત્રછાયામાં આવા ખેલ થઇ રહ્યાં છે ! સુરતમાં આસિસ્ટન્ટ કમિશનરે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની પોલીસમાં અરજી

ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત

સુરત મનપામાં ભ્રષ્ટાચાર સામે ACB એક્શનમાં:સ્ટ્રીટ લાઈટ કૌભાંડમાં પૂર્વ વિજિલન્સ ઓફિસર સહિત 5 અધિકારીઓ સામે તપાસની મંજૂરી માંગી

સુરતમાં તાપી કિનારે પત્નીએ પ્રેમી સાથે ઝેર પી આપઘાત કર્યો, આઘાતમાં પતિએ પણ ગળેફાંસો ખાધો


SGST ના કયા ઉચ્ચ અધિકારીની છત્રછાયામાં આવા ખેલ થઇ રહ્યાં છે ! સુરતમાં આસિસ્ટન્ટ કમિશનરે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની પોલીસમાં અરજી

ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત

સુરત મનપામાં ભ્રષ્ટાચાર સામે ACB એક્શનમાં: સ્ટ્રીટ લાઈટ કૌભાંડમાં પૂર્વ વિજિલન્સ ઓફિસર સહિત 5 અધિકારીઓ સામે તપાસની મંજૂરી માંગી









