દૌસા: રાજસ્થાનના દૌસામાં એક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને 15 ઘાયલ થયા છે. આ અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયો હતો. હરિદ્વારથી ઇન્દોર જતી એક બસ ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બસમાં આગ લાગી ગઈ હતી. બસમાં કુલ 39 મુસાફરો સવાર હતા.
બસમાં મોટાભાગના મુસાફરો મધ્યપ્રદેશના હતા
આ અકસ્માત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કોલવા પોલીસ સ્ટેશનની હદમાં દ્વારપુરા ગામ નજીક થયો હતો. બસમાં સવાર મોટાભાગના મુસાફરો મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ ઘણા મુસાફરો દાઝી ગયા હતા, જ્યારે અન્ય લોકોને સ્થાનિકો અને રાહત ટીમોએ બચાવી લીધા હતા.
ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો













