કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 42 વર્ષીય ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે મધ્યમગ્રામમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ જ્યારે કોલકાતાથી ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે બદમાશોએ તેમની ગાડી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ચંદ્રનાથ અને તેમના ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં સારવાર દરમિયાન ચંદ્રનાથનું મોત નીપજ્યું હતું, જ્યારે ડ્રાઈવર બુદ્ધદેવ બેરાની હાલત હજુ પણ ગંભીર છે.
શુભેન્દુ અધિકારીના PA ની હત્યામાં સનસનીખેજ ખુલાસો; હૃદય ચીરીને ગોળીઓ આરપાર નીકળી ગઈ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, ચંદ્રનાથ રથને અત્યંત નજીકથી છાતીના ભાગે અનેક ગોળીઓ મારવામાં આવી હતી. આ ગોળીઓ તેમના હૃદયને ચીરીને આરપાર નીકળી ગઈ હતી. શરીરમાંથી અતિશય લોહી વહી જવાને કારણે અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે આ માત્ર પ્રાથમિક તારણો છે અને વિગતવાર રિપોર્ટ આવવો હજુ બાકી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા અત્યંત આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. પહેલા એક કારે ચંદ્રનાથની ગાડી રોકવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ બાઇક પર આવેલા હુમલાખોરોએ નજીકથી અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ સંભવતઃ અત્યાધુનિક ગ્લોક 47X પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. આવા હથિયારો સામાન્ય ગુનેગારો પાસે હોતા નથી, તેથી પ્રોફેશનલ શૂટર્સની સંડોવણીની આશંકા છે. હુમલાખોરોએ જે કારનો ઉપયોગ કર્યો હતો તેના પર નકલી નંબર પ્લેટ હતી અને એન્જિન તેમજ ચેસિસ નંબર ભૂંસી નાખવામાં આવ્યાં હતા.
ઘટના બાદનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં હુમલાના પછી લોકો મદદ માટે દોડતા દેખાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સ્કોર્પિયો કારના કાચ પર ગોળીઓના નિશાન હતા. લોકોએ દરવાજો ખોલ્યો ત્યારે ચંદ્રનાથનું લોહીલુહાણ શરીર આગળની સીટોની વચ્ચે પડ્યું હતું. લોકોએ મહામુસીબતે તેમને બેલ્ટ બાંધી સીટ પર બેસાડ્યા અને હોસ્પિટલ ખસેડ્યા હતા.
હાલમાં ફોરેન્સિક ટીમ અને CID આ મામલે તપાસ કરી રહી છે. ઘટના સ્થળેથી ખાલી કારતૂસ અને અન્ય નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ હત્યાકાંડને પગલે પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો
CJP એ કહ્યું મોદીજી બ્લડ પ્રેશર ચેક કરતા રહેજો, વિરોધ પ્રદર્શન પહેલાં મેટ્રો સ્ટેશનો બંધ કરાયા, અનેક ટ્રેનો રદ્દ કરાઇ, ઇન્ટરનેટ પણ બંધ થશે

કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા

ભારતમાં હવે લોકશાહી નથી, તેને ખતમ કરનારા ગદ્દાર છે: પ્રિયંકા ગાંધીના પ્રહાર

ટીકા કરવાનો અધિકાર છે, બદનામ કરવાનો નહીં:42 પૂર્વ જજોએ ચૂંટણી પંચના સમર્થનમાં પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી, રાહુલ ગાંધીએ કહી આ વાત


CJP એ કહ્યું મોદીજી બ્લડ પ્રેશર ચેક કરતા રહેજો, વિરોધ પ્રદર્શન પહેલાં મેટ્રો સ્ટેશનો બંધ કરાયા, અનેક ટ્રેનો રદ્દ કરાઇ, ઇન્ટરનેટ પણ બંધ થશે

કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા

ભારતમાં હવે લોકશાહી નથી, તેને ખતમ કરનારા ગદ્દાર છે: પ્રિયંકા ગાંધીના પ્રહાર









