ગાંધીનગરઃ ગુજરાત ભારતના નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રના શક્તિશાળી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી રહ્યું છે, ત્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમનું એક મૌન નેટવર્ક રાજ્યના વિકાસને ગતિ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. કચ્છના મીઠાના પાનોથી લઈને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક કોરિડોર સુધી, ટ્રાન્સમિશન લાઇન્સ માત્ર કેબલ્સ નથી, તે આપણા વિકાસની ઉચ્ચ-વોલ્ટેજ ધમનીઓ સમાન છે. રાજ્યભરના જમીનમાલિકો અને નાગરિકો માટે, આ માળખાં વૈશ્વિક ઊર્જા પરિવર્તનમાં ગુજરાતના નેતૃત્વનું પ્રતિક છે. તેમ છતાં, રાજ્ય 100 GW નવીનીકરણીય ક્ષમતા હાંસલ કરવાના પોતાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે ગ્રીડના વિસ્તરણને ઘણી વખત કેટલીક ગેરમાન્યતાઓને કારણે સંકોચનો સામનો કરવો પડે છે.
ગુજરાત ભારતના વીજળી ક્ષેત્રમાં તેજસ્વી ઉદાહરણ બની રહે તે માટે વૈજ્ઞાનિક હકીકતો અને સામાન્ય ગેરસમજણો વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.
માન્યતા 1: ઉચ્ચ-વોલ્ટેજ લાઇન્સની નજીક રહેવું સ્વાસ્થ્ય માટે જોખમી છે હકીકત: આંતરરાષ્ટ્રીય આરોગ્ય ધોરણો અને કડક ભારતીય નિયમો સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરે છે. સૌથી સામાન્ય ચિંતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ (EMF) વિશે હોય છે. પરંતુ દાયકાઓના વૈશ્વિક સંશોધને સ્પષ્ટ જવાબ આપ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ઘણા વર્ષોથી જણાવે છે કે વીજળીની લાઇન્સમાંથી ઉત્પન્ન થતી નીચા સ્તરની EMF અસરોથી કોઈ પુષ્ટિ થયેલા શારીરિક આરોગ્ય પરિનામો જોવા મળ્યા નથી.
ગુજરાતમાં, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા અમલમાં મુકાયેલા સુરક્ષા ધોરણો ઘણી વખત આંતરરાષ્ટ્રીય માપદંડો કરતાં પણ વધુ કડક હોય છે. EMFનું સ્તર અંતર વધતા ઝડપથી ઘટે છે, ટ્રાન્સમિશન રાઇટ-ઓફ-વેની સીમા સુધી પહોંચતા ફિલ્ડની તીવ્રતા ઘણીવાર ઘરેલુ વેક્યૂમ ક્લીનર અથવા હેર ડ્રાયર કરતાં પણ ઓછી હોય છે. ગુજરાતના ખેડૂતો અને રહેવાસીઓ માટે તેનો અર્થ એ છે કે ઉપરથી પસાર થતું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા સામૂહિક સંપૂર્ણ વીજળીકરણના માર્ગમાં એક સુરક્ષિત પડોશી છે.













