સ્પેનના જંગલમાં લાગેલી આગમાં 11 લોકોનાં મોત
વધતા તાપમાન વચ્ચે આ સૌથી ભયંકર આગ છે
1,000 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં

સ્પેનના જંગલમાં લાગેલી આગમાં 11 લોકોનાં મોત
વધતા તાપમાન વચ્ચે આ સૌથી ભયંકર આગ છે
1,000 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં
મેડ્રિડઃ સ્પેનમાં જંગલોમાં લાગેલી આગમાં 11 લોકોનાં મોત થયા છે. 6 લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, બળી ગયેલા વાહનોમાંથી ઘણા લોકો મળી આવ્યાં હતા. શુક્રવારે, સ્પેનના લશ્કરી કટોકટી એકમના 150 અગ્નિશામકો અને 220 સૈનિકો આગને કાબુમાં લેવા માટે કામ કરી રહ્યાં હતા.
અધિકારીઓએ શરૂઆતમાં વધુ લોકોના મોતની જાણકારી આપી હતી, પરંતુ શુક્રવાર સવાર સુધીમાં મૃત્યુઆંક 11 હોવાનું જણાવાયું હતું.
આ આગ કેવી રીતે લાગી ?
આ આગ સિએરા ડી લોસ ફિલાબ્રેસ (Sierra de los Filabres) પર્વતો નજીકના એક નાના ગામમાં લાગી હતી. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં અનુસાર, વીજળીની એક તૂટી પડેલી લાઇનમાંથી નીકળેલા તણખાને કારણે આગ લાગી હતી અને ત્યાર બાદ તે ઝડપથી નજીકના જંગલમાં ફેલાઈ ગઈ હતી. ઇમરજન્સી સેવાઓના જણાવ્યાં અનુસાર, આગને કારણે રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા અને 1,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વડાપ્રધાન પેડ્રો સાંચેઝે દુઃખ વ્યક્ત કર્યું છે.







