અમદાવાદ, સુરત સહિતના ગુજરાતના શહેરોના આર્થિક વ્યવહારો અટવાયા
એસબીઆઇ, પીએનબી, યુનિયન બેંક સહિતની સરકારી અને ખાનગી બેંકોમાં હડતાળ
નવી દિલ્હીઃ આજે દેશવ્યાપી બેંક કર્મચારીઓની હડતાળની અસર બેંકિંગ સેવાઓ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે, પાંચ દિવસના કાર્યકારી સપ્તાહ સહિત અનેક પડતર માંગણીઓ માટે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) ના આહ્વાન પર કર્મચારીઓ અને અધિકારીઓએ કામકાજ બંધ રાખ્યું હતું.
બેંક કર્મચારીઓની આજે દેશવ્યાપી હડતાળની બેંકિંગ સેવાઓ પર મોટી અસર પડી છે. UFBU એ શુક્રવારે પાંચ દિવસના કાર્યકારી સપ્તાહના અમલીકરણ અને પગાર સંબંધિત માંગણીઓની તાત્કાલિક પૂર્ણતાની માંગણી સાથે દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું હતું. મધ્ય પ્રદેશમાં આશરે 7,000 બેંક શાખાઓના સંચાલનને અસર થઈ હતી. બેંક કર્મચારી સંઘના જણાવ્યાં અનુસાર, રાજ્યમાં આશરે રૂ. 5,500 કરોડના દૈનિક વ્યવસાયિક ટર્નઓવરને અસર થઈ છે. ગુજરાત સહિતના રાજ્યોમાં પણ મોટી અસર થઇ છે.













