ઇસ્લામાબાદઃ ભારતના એક પછી એક દુશ્મનોનો અજ્ઞાત લોકો ખાત્મો કરી રહ્યાં છે, હવે 2019 પુલવામાના માસ્ટર માઇન્ડ આતંકવાદીની તેની જ ઓફિસમાં હત્યા કરી નાખવામાં આવી છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાનમાં અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી છે.
ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડની ઓફિસમાં જ ગોળી મારીને હત્યા

હમઝા બુરહાન POKના મુઝફ્ફરાબાદમાં આવેલી તેની એક ઑફિસમાં બેઠો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ તેને સિક્યોરિટી પૂરી પાડી હતી. દરમિયાન કેટલાક અજાણ્યા હુમલાખોરો ત્યાં હથિયારો સાથે ધસી આવ્યાં હતા અને હમઝા પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું અને ઘટના સ્થળે જ તેનું મોત થઇ ગયું હતુ.
હમઝા બુરહાન મૂળ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના રત્નીપોરાનો રહેવાસી હતો. વર્ષ 2017માં તે કાશ્મીરમાં સક્રિય આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો હતો, ત્યારબાદ ભારત તે પાકિસ્તાન ભાગી ગયો હતો. પાકિસ્તાનમાં રહીને તે પોતાને એક શિક્ષક તરીકે ઓળખાવતો હતો, પરંતુ પડદા પાછળ આતંકવાદી હતો.
પુલવામા હુમલા બાદ હમઝા PoKના કેમ્પમાં રહીને પાકિસ્તાની આતંકીઓને ભારત વિરુદ્ધ યુદ્ધ હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપતો હતો. આ સિવાય સરહદી વિસ્તારોમાંથી ભારતમાં આતંકીઓની ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતો હતો.
આ પણ વાંચો
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, રશિયન તેલ પ્રતિબંધો માફ કર્યા, 100 ટકા ટેરિફનો ખતરો ટળ્યો

બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન, કોહાટની મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 16 લોકોનાં મોત

કોંગોમાં વિમાન દુર્ઘટના, બે લશ્કરી અધિકારીઓ સહિત 14 લોકોનાં મોત થયા

ફ્લાય દુબઈમાં કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર સહ-પાયલટની ઓળખ સામે આવી, તેનો ઇરાદો ઇઝરાયલમાં વિમાન ક્રેશ કરવાનો હતો