- હાથમાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા
- ફડવણીસે તપાસના આદેશ આપ્યાં
- અગાઉ પણ બાદલ પર થઈ ચૂક્યો છે જીવલેણ હુમલો
નાંદેડ: શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નાંદેડમાં હુમલો થયો હતો. નાંદેડના એક ગુરુદ્વારામાં નિહંગ દ્વારા બાદલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમના હાથમાં ઈજા પહોંચી છે અને તેમને યશોમતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. નાંદેડ પોલીસે માહિતી આપતાં જણાવ્યું કે, બાદલ પર ગુરુદ્વારા નજીક હુમલો થયો હતો, ત્યા રબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.













