રાજસ્થાન ચૂંટણીની ટિકિટ માટે રૂ. 4 લાખ લીધાનો દાવો પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યાં છે.
- રાજસ્થાન ચૂંટણીની ટિકિટ માટે રૂ. 4 લાખ લીધાનો દાવો
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યાં છે. વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે નાણાંકીય લેવડદેવડ અને ગંભીર છેતરપિંડીના આક્ષેપો સાથે પાલનપુર પોલીસ મથકે લેખિત અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી ટોકરિયા ગામના પૂર્વ સરપંચ યાકુબ શેરસિયા દ્વારા કરવામાં આવતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.













