એક ઉચ્ચ અધિકારીની પુત્રીની આત્મહત્યા
પોલીસ કાફલો ઘટના સ્થળે, તપાસ શરૂ કરી
ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના વીઆઈપી વિસ્તાર ચાર ઈમલીમાં રહેતા એક IPS અધિકારીની સગીર પુત્રીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. 17 વર્ષની સગીરા ધો. 11માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીએ જ્યારે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, ત્યારે ઘરમાં કોઈ હાજર ન હતું.













