વોશિંગ્ટનઃ કેલિફોર્નિયામાં યુએસ એરફોર્સ બેઝ પરથી ટેકઓફ કર્યાં પછી તરત જ એક B- 52 સ્ટ્રેટોફોર્ટ્રેસ વિમાન ક્રેશ થયું હતુ, જેમાં સવાર 8 લોકોનાં મોત થયા છે.
યુએસ સૈન્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી કે સવારે 11:20 વાગ્યે એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર વિમાન ક્રેશ થયા પછી બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સામાન્ય રીતે, B-52 વિમાન પાંચ સભ્યોના ક્રૂ દ્વારા સંચાલિત થાય છે.
બેઝે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે એરફિલ્ડ બંધ કરી દેવામાં આવ્યું છે અને બધી આવનારી ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી રહી છે. બેઝના પ્રવક્તાએ વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. એરિયલ ફૂટેજમાં જમીન પર એક મોટો, બળી ગયેલો વિસ્તાર દેખાતો હતો.
એડવર્ડ્સ લોસ એન્જલસથી લગભગ 161 કિલોમીટર ઉત્તરમાં સ્થિત એક વિશાળ રણ લશ્કરી થાણું છે. આ થાણું તેના ઐતિહાસિક મહત્વ માટે જાણીતું છે.














