કેનેડાઃ ટોરોન્ટોમાં શનિવારે સાંજે એક લોકપ્રિય સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અચાનક ગોળીબાર થયો હતો. મિડટાઉન ટોરોન્ટોમાં આયોજિત વાર્ષિક લેટિન સાંસ્કૃતિક કાર્યક્રમ સાલસા ઓન સેન્ટ ક્લેર ફેસ્ટિવલ દરમિયાન થયેલા સામૂહિક ગોળીબારમાં 2 લોકોના મોત થયા છે અને 3 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.
કેનેડા: ટોરોન્ટોના સ્ટ્રીટ ફેસ્ટિવલમાં આડેધડ ગોળીબાર, 2 લોકોનાં મોત

ટોરોન્ટો પોલીસ સર્વિસના જણાવ્યાં અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે 8 વાગ્યા પછી સેન્ટ ક્લેર એવન્યુ વેસ્ટ અને આર્લિંગ્ટન એવન્યુ નજીક બની હતી. ગોળીબાર શરૂ થતાં જ નાસભાગ મચી ગઈ હતી. સૂચના મળતા જ મોટી પોલીસ ટુકડી અને કટોકટી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને ગોળીબારમાં 5 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે ત્રણ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
પ્રારંભિક તપાસ બાદ, ટોરોન્ટો પોલીસે પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણાવી છે. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે, અને હુમલાખોરને શોધવા માટે મોટા પાયે શોધખોળ હાથ ધરી છે.
સુરક્ષાના હિતમાં પોલીસે જનતાને કડક ચેતવણી આપી છે અને તે વિસ્તારથી દૂર રહેવાની અપીલ કરી છે. પોલીસ સક્રિયપણે તપાસ કરી રહી છે, જોકે હુમલા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. સત્તાવાળાઓએ હુમલાને કારણ કે હુમલાખોરના ઈરાદા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરી નથી, તેમજ કોઈ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી નથી. અધિકારીઓ સાક્ષીઓની પૂછપરછ કરી રહ્યા છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો
બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન, કોહાટની મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 16 લોકોનાં મોત

કોંગોમાં વિમાન દુર્ઘટના, બે લશ્કરી અધિકારીઓ સહિત 14 લોકોનાં મોત થયા

નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક

અમેરિકાના પિસ્કાટવેના ગાયત્રી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી, ઓક્ટોબર મહિનાનેે હિન્દુ હેરિટેજ મહિનો કરાયો જાહેર


બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન, કોહાટની મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 16 લોકોનાં મોત

કોંગોમાં વિમાન દુર્ઘટના, બે લશ્કરી અધિકારીઓ સહિત 14 લોકોનાં મોત થયા

નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક









