- ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઓછું કઈ પણ મંજૂર નથી: અભિજીત દીપકે
- પેપર લિક સુધારા બિલને મોદી કેબિનેટની મંજૂરી, ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે કેસ
નવી દિલ્હીઃ NEET પેપર લીક મામલે કોકરોચ જનતા પાર્ટી (CJP)નું આંદોલન સતત આગળ વધી રહ્યું છે. બીજી તરફ, સોનમ વાંગચુકે પોતાની ભૂખ હડતાળ સમેટી લીધી છે. તેઓ છેલ્લા 26 દિવસથી NEET પેપર લીકના વિરોધમાં ભૂખ હડતાળ પર બેઠા હતા.
દિલ્હી સહિત દેશભરમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે આજે કોકરોચ જનતા પાર્ટી અને સરકાર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. CJPના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું કે, સરકાર સાથે 10 મિનિટ વાતચીત થઈ હતી. અમે સરકાર સામે મુખ્ય ત્રણ માંગણીઓ મૂકી છે. જેમાં મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને રૂ. 1 કરોડનું વળતર મળે, પ્રદર્શનકારીઓ પર નોંધાયેલી FIR પાછી ખેંચવામાં આવે તથા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું લેવામાં આવે.
















