- સરકાર પર વચનભંગના આરોપ લગાવ્યાં
- સંગઠને સ્પષ્ટ કર્યું છે કે આ પ્રદર્શનનો ઉદ્દેશ હિંસક ટકરાવનો નથી
- સરકારને 25 જુલાઈના આશ્વાસનોનો સંપૂર્ણ અમલ કરાવવા અપીલ કરી
નવી દિલ્હીઃ કોકરોચ જનતા પાર્ટી (CJP) એ 5 સપ્ટેમ્બર 2026 ના રોજ નવી દિલ્હી ખાતે શાંતિપૂર્ણ વિરોધ કૂચ યોજવાની જાહેરાત કરી છે. સંગઠનના જણાવ્યાં અનુસાર, આ કૂચ ઈન્ડિયા ગેટથી શરૂ થઈ નવી દિલ્હી પોલીસ હેડક્વાર્ટર સુધી જશે. CJPનો આરોપ છે કે 25 જુલાઈના રોજ યુવાનોને અપાયેલા આશ્વાસનોના આધારે દેશવ્યાપી આંદોલન વિશ્વાસ રાખીને પાછું ખેંચવામાં આવ્યું હતું, પરંતુ એક મહિના બાદ પણ સરકાર તરફથી કોઈ નક્કર પગલાં લેવાયા નથી, યુવાનો પરના પોલીસ કેસ પાછા લેવાયા નથી, આ કારણોસર યુવાનોએ ફરી લોકતાંત્રિક રીતે રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે.













