(Photo: ANI)

નવી દિલ્હીઃ સીજેપી પ્રતિનિધિમંડળે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પ્રતિનિધિમંડળે તેમને પોતાનું એક આવેદનપત્ર સોંપ્યું હતું. 

કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડા સાથેની મુલાકાત બાદ જણાવ્યું કે, 'અમે જે.પી. નડ્ડા સાથે બે વાર મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન અમે અમારી ત્રણ માંગણીઓ રજૂ કરી હતી. પહેલી, સોનમ વાંગચુકને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. બીજી, અમારી માંગણી છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, તેઓને કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવે અથવા તેઓ પોતે રાજીનામું આપે. જ્યાં સુધી તેમનું રાજીનામું નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. ત્રીજી, અમારી માંગણી છે કે નીટની તૈયારી કરી રહેલા તે વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે, જેથી 20 થી વધુ વિદ્યાર્થીઓનાં મોત થયા છે. અમે આ જ માંગણીઓને લઈને મંત્રી જે.પી. નડ્ડાને મળ્યાં હતા.

દિલ્હી પોલીસના એડિશનલ સીપી- પીઆરઓ રાજીવ રંજને જણાવ્યું કે, દિલ્હી પોલીસ તમામ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવી રાખવા, સંયમ રાખવા અને કાયદો- વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહકાર આપે, લોકોને વિનંતી છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે વર્તે, કોઈપણ ગેરકાનૂની કે હિંસક પ્રવૃત્તિમાં સામેલ ન થાય અને ફરજ પર તૈનાત પોલીસ અધિકારીઓ અથવા કર્મચારીઓના નિર્દેશોનું પાલન કરે.