(પ્રતિકાત્મક ફોટો)
નવી દિલ્હી: એક મોટી કાર્યવાહીમાં સીબીઆઈએ સોમવારે દિલ્હી પોલીસ ઇન્સ્પેક્ટર સુભાષ યાદવની 100 કરોડ રૂપિયાના કથિત લાંચ કેસમાં ધરપકડ કરી હતી. તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ તપાસ માટે રિમાન્ડ પર લેવામાં આવશે.

તેઓ દ્વારકામાં નાર્કોટિક્સ વિંગમાં ઇન્સ્પેક્ટર હતા
દિલ્હીમાં ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહીમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દ્વારકા જિલ્લામાં પોસ્ટ કરાયેલા નાર્કોટિક્સ ઇન્સ્પેક્ટર સુભાષ યાદવની ધરપકડ કરી છે. તપાસ એજન્સીને તેમની સામે ગંભીર નાણાકીય ગેરરીતિઓના મજબૂત પુરાવા મળ્યાં બાદ આ ધરપકડ કરવામાં આવી છે.
અનેક બેનામી મિલકતોની લિંક્સ બહાર આવી
તપાસમાં રૂ.100 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યાં છે. અનેક બેનામી મિલકતો અને સંપત્તિઓની લિંક્સ પણ બહાર આવી છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે.
પુરાવા ભેગા કર્યા પછી સીબીઆઈએ કાર્યવાહી કરી
સીબીઆઈની ટીમ લાંબા સમયથી આ કેસ પર નજર રાખી રહી હતી અને પૂરતા પુરાવા ભેગો કર્યા પછી આ મોટી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આગામી દિવસોમાં આ કેસમાં સંડોવાયેલા કેટલાક આઈપીએસ અધિકારીઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે.