નવી દિલ્હીઃ પંજાબના મંત્રી સંજીવ અરોરાની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. શનિવાર સવારથી અરોરાના ચંડીગઢ સ્થિત નિવાસસ્થાને EDના દરોડા ચાલુ છે. સેક્ટર 2 માં આવેલા અરોરાના નિવાસસ્થાને સવારે અંદાજે 20 ગાડીઓમાં ટીમ પહોંચી હતી. મંત્રી સંજીવ અરોરા પર એક મહિનામાં EDની આ બીજી કાર્યવાહી છે. આ પહેલા તેમના લુધિયાણાના ઠેકાણાંઓ પર તપાસ કરવામાં આવી હતી.
પંજાબના મંત્રી સંજીવ અરોરાની ED દ્વારા ધરપકડ: ચંડીગઢમાં દરોડા બાદ સીએમ ભગવંત માન ભાજપ પર ભડક્યા

બીજી તરફ, આ દરોડા પર રોષે ભરાયેલા મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. સીએમએ એક્સ પર લખ્યું, આજે ફરી ભાજપની ED સંજીવ અરોરાના ઘરે આવી છે. એક વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે ભાજપની ED તેમના ઘરે આવી છે, અને એક મહિનામાં બીજી વખત. તેમ છતાં તેમને કંઈ મળ્યું નથી. હું મોદીજીને કહેવા માંગુ છું કે પંજાબ ગુરુઓની ધરતી છે; ઔરંગઝેબ પણ તેને ઝુકાવી શક્યો નહોતો. આ ભગતસિંહની ધરતી છે, જેમણે અંગ્રેજો સામે ક્યારેય માથું નહોતું નમાવ્યું; તેથી પંજાબ મોદીની ચાલ સામે ક્યારેય ઝુકશે નહીં. પંજાબ, ED અને ભાજપના આ અનૈતિક ગઠબંધનનો અંત લાવશે.
સંગરુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં ભગવંત માને ચેતવણી આપતા કહ્યું કે પંજાબના ભાઈચારાને તોડવાના ભાજપના મનસૂબા ક્યારેય સફળ થશે નહીં અને પંજાબ સાથે થઈ રહેલા અન્યાયનો પંજાબીઓ જડબાતોડ જવાબ આપશે.
મુખ્યમંત્રીએ ભાજપની કાર્યશૈલી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે ભાજપ બોમ્બ વિસ્ફોટ, માનહાનિની નોટિસ અને EDના દરોડા જેવા હથકંડાઓનો સહારો લે છે. તેમણે ઉમેર્યું કે ભાજપ માનહાનિની નોટિસ મોકલીને ડરાવવા માંગે છે, પરંતુ અમને તેની કોઈ પરવા નથી. મોદી સરકારે પોતાની સરમુખત્યારશાહી અને આવા હીન હથકંડા બંધ કરવા જોઈએ.
આ પણ વાંચો
CJP એ કહ્યું મોદીજી બ્લડ પ્રેશર ચેક કરતા રહેજો, વિરોધ પ્રદર્શન પહેલાં મેટ્રો સ્ટેશનો બંધ કરાયા, અનેક ટ્રેનો રદ્દ કરાઇ, ઇન્ટરનેટ પણ બંધ થશે

કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા

ભારતમાં હવે લોકશાહી નથી, તેને ખતમ કરનારા ગદ્દાર છે: પ્રિયંકા ગાંધીના પ્રહાર

ટીકા કરવાનો અધિકાર છે, બદનામ કરવાનો નહીં:42 પૂર્વ જજોએ ચૂંટણી પંચના સમર્થનમાં પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી, રાહુલ ગાંધીએ કહી આ વાત


CJP એ કહ્યું મોદીજી બ્લડ પ્રેશર ચેક કરતા રહેજો, વિરોધ પ્રદર્શન પહેલાં મેટ્રો સ્ટેશનો બંધ કરાયા, અનેક ટ્રેનો રદ્દ કરાઇ, ઇન્ટરનેટ પણ બંધ થશે

કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા

ભારતમાં હવે લોકશાહી નથી, તેને ખતમ કરનારા ગદ્દાર છે: પ્રિયંકા ગાંધીના પ્રહાર









