• સ્માર્ટફોન, લેપટોપ અને ડેસ્કટોપનો ઉપયોગ કરતા મોટાભાગના લોકો ગુગલ ક્રોમનો ઉપયોગ કરે છે. તેના યુઝર્સના અનુભવને બેહતર બનાવવા માટે કંપની સતત નવા ફીચર્સ અને અપડેટ લાવી રહી છે. હવે યુઝર્સને ગુગલ ક્રોમમાં એક
ગુગલ ક્રોમમાં ટૂંક સમયમાં જ આવશે AI ફીચર, બ્રાઉઝિંગમાં તેનો મોટો ફાયદો થશે

સ્માર્ટફોન, લેપટોપ અને ડેસ્કટોપનો ઉપયોગ કરતા મોટાભાગના લોકો ગુગલ ક્રોમનો ઉપયોગ કરે છે. તેના યુઝર્સના અનુભવને બેહતર બનાવવા માટે કંપની સતત નવા ફીચર્સ અને અપડેટ લાવી રહી છે. હવે યુઝર્સને ગુગલ ક્રોમમાં એક નવું ફીચર મળવા જઈ રહ્યું છે જે લોકોના કામને ખૂબ જ સરળ બનાવી દેશે.ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું ફીચર એડ કરવા જઈ રહ્યું છે. તેની મદદથી યુઝર્સ બ્રાઉઝરમાં સમાન ટેબના ગ્રુપ બનાવી શકશે.
લીક્સ રિપોર્ટ અનુસાર ગુગલ ક્રોમમાં આવનારા આ ફીચરનું નામ ઓર્ગેનાઈઝ્ડ ટેબ્સ હોઈ શકે છે. આ ફીચરને સૌપ્રથમ લીઓપેવા 64 નામના એક્સ યુઝર દ્વારા સ્પોટ થયું હતું. ગુગલ ક્રોમનું આ આગામી ફીચર એજ રીતે કામ કરશે જે રીતે 'ગ્રુપ સિમિલર ટેબ્સ' કામ કરે છે. હાલમાં ક્રોમ બ્રાઉઝરમાં આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.
2023 ના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે
આ ફીચર ડેવલપમેન્ટના તબક્કામાં છે અને અત્યાર સુધી કંપની દ્વારા તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. તે આ વર્ષના અંત સુધીમાં વપરાશકર્તાઓ માટે રોલઆઉટ થઈ શકે છે. ગુગલ ક્રોમનું આ ફીચર માઇક્રોસોફ્ટના એજને ટક્કર આપી શકે છે.
ગુગલ હાલમાં તેના પ્લેટફોર્મ પર ઘણું પરીક્ષણ કરી રહ્યું છે. કંપની નવો લુક અને અનુકૂળ પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ કરી રહી છે. AI ફીચર ઉમેરવાની સાથે ગુગલ HTTPS આઇકોન બદલવાની પણ તૈયારી કરી રહ્યું છે. વપરાશકર્તાઓને તેની જગ્યાએ એક નવું આઇકન મળી શકે છે. હાલમાં જ ગુગલે ઇન્કોગ્નિટો ટેબને અપગ્રેડ કર્યું છે.
આ પણ વાંચો
Layoff:એમેઝોને એક જ મહિનામાં બીજી વખત છટણીની જાહેરાત કરી: ડિવાઇસ અને સર્વિસીસ યુનિટમાંથી 250 કર્મચારીઓને છૂટા કરાશે

બ્રાઝિલ રાષ્ટ્રપતિ ચૂંટણી:લૂલા દા સિલ્વાએ ફ્લાવિયો બોલ્સોનારોને હરાવી મેળવી જીત

લંડનઃ વણસોલ 27 પાટીદાર સમાજ UK દ્વારા પ્રી- નવરાત્રી 2026 નિમિત્તે ભવ્ય નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન

યુક્રેને સ્ટારલિંકની તાકાતનો દુરુપયોગ કર્યાના મસ્કના આરોપથી દુનિયાભરમાં મચ્યો ખળભળાટ


Layoff: એમેઝોને એક જ મહિનામાં બીજી વખત છટણીની જાહેરાત કરી: ડિવાઇસ અને સર્વિસીસ યુનિટમાંથી 250 કર્મચારીઓને છૂટા કરાશે

બ્રાઝિલ રાષ્ટ્રપતિ ચૂંટણી: લૂલા દા સિલ્વાએ ફ્લાવિયો બોલ્સોનારોને હરાવી મેળવી જીત

લંડનઃ વણસોલ 27 પાટીદાર સમાજ UK દ્વારા પ્રી- નવરાત્રી 2026 નિમિત્તે ભવ્ય નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન









