- ત્રણ દિવસ પહેલાં જ પોતાની માતાને તેમની દાદીના ઘરે મોકલી દીધા હતા
- ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી
બેંગ્લોરઃ કર્ણાટકના મૈસુરમાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના જિલ્લાના હુનસુર શહેરમાં સ્થિત ન્યુ મારુતિ લેઆઉટમાં બની હતી. પોલીસના જણાવ્યાં અનુસાર, હરીશે પોતાની પત્ની અને બાળકોની હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઈ લીધો હતો.













