નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવતા ભારત સહિત સમગ્ર એશિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ પરિસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇંંધણ બચાવવા અને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ કરી હતી, જેને પગલે સોશિયલ મીડિયા પર લોકડાઉન અંગેની અફવાઓ શરૂ થઈ હતી. જો કે, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આ તમામ અટકળોને ફગાવતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં લોકડાઉન લગાવવાની કોઈ જ યોજના નથી.
શું દેશમાં ફરીથી લાગશે લોકડાઉન ? PM મોદીની અપીલ બાદ વહેતી થયેલી અટકળો પર શું કરાઈ સ્પષ્ટતા ?

મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનની અપીલનો હેતુ કોઈ ભય ફેલાવવાનો નથી, પરંતુ વૈશ્વિક આર્થિક ફટકાથી ભારતની અર્થવ્યવસ્થાને બચાવવાનો છે. સરકાર યુદ્ધની સ્થિતિને લઈને સતર્ક છે અને તેના ભાગરૂપે રસોઈ ગેસનું ઉત્પાદન પ્રતિદિવસ 35,000 ટનથી વધારીને 54,000 ટન સુધી કરી દેવામાં આવ્યું છે.
સરકાર દ્વારા દેશના વિદેશી હુંડિયામણને બચાવવા માટે નાગરિકોને કેટલીક મહત્ત્વની સલાહ આપવામાં આવી છે. જેમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા માટે મેટ્રો, કારપૂલિંગ અને ઈલેક્ટ્રિક વાહનોનો વધુ ઉપયોગ કરવો. જરૂર જણાય ત્યાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સલાહ અપાઈ છે, જેથી રસ્તા પર વાહનોનું ભારણ ઘટે. ઉપરાંત આગામી એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા અને બિનજરૂરી વિદેશ પ્રવાસ ન કરવા આહવાન કરાયું છે. ક્રૂડની સાથે ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
મંત્રી પુરીના જણાવ્યાં અનુસાર, આ એક વેક અપ કોલ છે. આ સમય ડરવાનો નથી પરંતુ એક જાગૃત નાગરિક તરીકે ઈંધણ અને વિદેશી વસ્તુઓ પરની નિર્ભરતા ઘટાડીને આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહયોગ આપવાનો છે.
આ પણ વાંચો
અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું અર્નબ, 28 ઓક્ટોબરે આંધ્રના દરિયાકાંઠે લેન્ડફોલ

Mumbai news:મુંબઈમાં ત્રણ ગુજરાતીઓની સામૂહિક આત્મહત્યા, આર્થિક સંકટથી કંટાળીને ઝેર ગટગટાવ્યું

રૂ.15 લાખની લાંચનો પર્દાફાશઃ ઇન્કમટેક્સ વિભાગના આ બાબુના ઘરેથી મળ્યાં 11 લાખ રૂપિયા રોકડા

અર્નબ વાવાઝોડાનો કહેર, અંદાજે 300 થી વધુ ગામોમાં ભારે વરસાદ, ઓડિસ્સા, આંધ્રમાં તબાહીના દ્રશ્યો


અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું અર્નબ, 28 ઓક્ટોબરે આંધ્રના દરિયાકાંઠે લેન્ડફોલ

Mumbai news: મુંબઈમાં ત્રણ ગુજરાતીઓની સામૂહિક આત્મહત્યા, આર્થિક સંકટથી કંટાળીને ઝેર ગટગટાવ્યું

રૂ.15 લાખની લાંચનો પર્દાફાશઃ ઇન્કમટેક્સ વિભાગના આ બાબુના ઘરેથી મળ્યાં 11 લાખ રૂપિયા રોકડા









