કોંગોઃ આફ્રિકન દેશ કોંગોમાં બે સ્કૂલોમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘંટનામાં 26 વિદ્યાર્થીઓનાં મોત થયા છે. જ્યારે ઘણા ઘાયલ થયા છે. દક્ષિણ કિવુ પ્રાંતીય સરકારના જણાવ્યા અનુસાર, મૃતકોમાં 19 છોકરીઓ અને 7 છોકરાઓનો સમાવેશ થાય છે. વહીવટીતંત્રે ભય વ્યક્ત કર્યો છે કે મૃત્યુંઆંક વધુ વધી શકે છે. બુકાવુ શહેરના એક ઘરમાંથી આગ લાગી હતી અને ઝડપથી નજીકની બે શાળાઓમાં ફેલાઈ ગઈ હતી.
કોંગોમાં પાસે પાસે આવેલી બે શાળાઓમાં લાગી ભીષણ આગ, 26 વિદ્યાર્થીઓનાં મોતથી હડકંપ

સ્થાનિક વિસ્તારના વહીવટકર્તા મોઈસ લુબાલાએ જણાવ્યું કે આગ ફુરાહા માધ્યમિક શાળા અને નજીકની ઉજામા પ્રાથમિક શાળા સુધી પહોંચી હતી. ફુરાહા માધ્યમિક શાળાની અંદર ઘણા વિદ્યાર્થીઓ ફસાયેલા હતા, જેમાંથી કેટલાકના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. આગ ફાટી નીકળ્યાં પછી વિદ્યાર્થીઓ શાળામાંથી ભાગી જવાનો પ્રયાસ કરતા નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સાંકડો હતો. કેટલાક વિદ્યાર્થીઓ બારીઓમાંથી કૂદી પડ્યાં હતા, જ્યારે અન્ય દરવાજા તરફ દોડી ગયા હતા. જેમ જેમ તેઓ એકસાથે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યાં હતા, તેમ તેમ કેટલાક નીચે પડી ગયા હતા અને ભીડ દ્વારા કચડાઈ ગયા હતા.
ફુરાહા અને ઉજામા શાળાના છોકરાઓ અને છોકરીઓને ન્યામુલાગીરા BDOM આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યાં હતા. બુકાવુ શહેરને નિયંત્રિત કરતા બળવાખોર જૂથ M23 ના પ્રવક્તા લોરેન્સ કાન્યુકાએ અગાઉ 24 વિદ્યાર્થીઓના મૃત્યુંની જાણ કરી હતી. 29 વિદ્યાર્થીઓને સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. દક્ષિણ કિવુ પ્રાંતીય સરકારે પાછળથી મૃત્યુઆંક 26 દર્શાવ્યો હતો.
આગનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે. સ્થાનિક વહીવટકર્તા લુબાલાના જણાવ્યાં અનુસાર, જ્યાં આગ લાગી તે વિસ્તાર ગીચ વસ્તી ધરાવતો છે અને મોટાભાગના ઘરો લાકડાના બનેલા છે, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. કોંગો સરકાર લાંબા સમયથી દેશના પૂર્વીય ભાગ પર નિયંત્રણ જાળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. રવાન્ડા સમર્થિત M23 બળવાખોરોએ ફેબ્રુઆરી 2025 માં બુકાવુ પર કબ્જો કર્યો હતો. આ દિશામાં પણ તપાસ થઇ રહી છે.
આ પણ વાંચો
કોંગોમાં વિમાન દુર્ઘટના, બે લશ્કરી અધિકારીઓ સહિત 14 લોકોનાં મોત થયા

મિલેટ્રી બેસમાં લાગી ભીષણ આગ, અનેક સૈનિકોના મોત, કેનેડિયન સંરક્ષણ પ્રધાને કહ્યું કે તેમણે ક્યારેય આટલું દુ:ખદ દ્રશ્ય જોયું નથી

બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન, કોહાટની મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 16 લોકોનાં મોત

નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક


કોંગોમાં વિમાન દુર્ઘટના, બે લશ્કરી અધિકારીઓ સહિત 14 લોકોનાં મોત થયા

મિલેટ્રી બેસમાં લાગી ભીષણ આગ, અનેક સૈનિકોના મોત, કેનેડિયન સંરક્ષણ પ્રધાને કહ્યું કે તેમણે ક્યારેય આટલું દુ:ખદ દ્રશ્ય જોયું નથી

બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન, કોહાટની મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 16 લોકોનાં મોત









