23 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી આ પરીક્ષા
પેપર લિક થયા પછી સરકારે લીધો નિર્ણય
નવી દિલ્હીઃ NEET (UG) 2026 ની પરીક્ષા રદ્દ કરી નાખવામાં આવી છે. જેની લાખો વિદ્યાર્થીઓ પર અસર થશે અને આ પરીક્ષા ફરીથી યોજવામાં આવશે.

23 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી આ પરીક્ષા
પેપર લિક થયા પછી સરકારે લીધો નિર્ણય
નવી દિલ્હીઃ NEET (UG) 2026 ની પરીક્ષા રદ્દ કરી નાખવામાં આવી છે. જેની લાખો વિદ્યાર્થીઓ પર અસર થશે અને આ પરીક્ષા ફરીથી યોજવામાં આવશે.
પેપર લીકને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 3 મે, 2026 ના રોજ લેવામાં આવેલી NEET UG પરીક્ષા રદ કરી નાખી છે. એજન્સીએ જણાવ્યું છે કે પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
NEET UG 2026 પરીક્ષા રદ કેમ થઈ ?
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ X પર આપેલાનિવેદન મુજબ, NEET UG 2026 રદ કરવાનો નિર્ણય કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા મળેલી માહિતીને આધારે લેવામાં આવ્યો છે. 3 મેના રોજ લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થઇ ગયું હતુ. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાખો વિદ્યાર્થીઓને અસર થતી હોવાથી, સરકારે હવે CBI તપાસના આદેશ આપ્યો છે
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના ઇનપુટને આધારે SOG એ દહેરાદૂન, સીકર અને ઝુનઝુનુમાં ઓપરેશન હાથ ધર્યા હતા. જેમાં 13 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે, જેઓ આ પેપરકાંડ સાથે જોડાયેલા હોવાનો અંદાજ છે.







