નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધ્યાં છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 87 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો થયો છે. 10 દિવસથી ઓછા સમયમાં આ ત્રીજો ભાવ વધારો છે.
ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, 10 દિવસથી ઓછા સમયમાં ત્રીજો ભાવ વધારો

દિલ્હીમાં હાલનો ભાવ કેટલો છે ?
પેટ્રોલ - રૂ. 99.51 પ્રતિ લિટર
ડીઝલ - રૂ.92.49 પ્રતિ લિટર
છેલ્લા 10 દિવસમાં આ ત્રીજો ભાવ વધારો છે
15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3-3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. 19 મેના રોજ પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘુ થયું હતું. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ લગભગ 5 રૂપિયા મોંઘુ થયું છે.
પીએમ મોદીએ રાષ્ટ્રને ઇંધણ બચાવવાની અપીલ કરી હતી. ત્યાર બાદ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ અને અન્ય અગ્રણી નેતાઓએ ઇંધણ બચાવવાનો સંદેશ આપવા માટે તેમના કાફલા ટૂંકા કર્યા. પીએમ મોદીનો કાફલો પણ ટૂંકો કરવામાં આવ્યો છે.
દેશભરમાં ઘણી જગ્યાએ પેટ્રોલ પંપો પર ભારે ભીડ જોવા મળી રહી છે, અને ઘણા વિસ્તારોમાં ઇંધણ ખતમ થઈ ગયું છે. જોકે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ખાતરી આપી છે કે દેશમાં ઇંધણની કોઈ અછત નથી. મંત્રાલયે કહ્યું, અફવાઓ પર ધ્યાન ન આપો, દેશમાં ઇંધણની કોઈ અછત નથી.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વિશ્વભરમાં તેલ પુરવઠાને લઈને અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. એવા અહેવાલ છે કે ભારતે મે મહિનામાં સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદીમાં વધારો કર્યો છે, જેના કારણે ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર દબાણ ઘટી શકે છે અને તેમાં ઘટાડો થઈ શકે છે. નિષ્ણાતો માને છે કે જો ભારત સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખશે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રભાવિત થઈ શકે છે અને ઘટી પણ શકે છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ આજે સીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા 10 દિવસમાં સીએનજીના ભાવમાં આ ત્રીજો વધારો છે. સીએનજી હવે પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયો મોંઘો થઈ ગયો છે. ભાવ વધારા પછી દિલ્હીમાં સીએનજી 81.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થશે.
સરકારે 15 મેના રોજ સીએનજીના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો અને પછી 18 મેના રોજ 1 રૂપિયાનો વધારો કર્યો છે. 15 મેથી સીએનજીના ભાવમાં ત્રણ વખત વધારો થયો છે અને તે પ્રતિ કિલો 4 પિયા મોંઘો થયો છે.
આ પણ વાંચો
અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું અર્નબ, 28 ઓક્ટોબરે આંધ્રના દરિયાકાંઠે લેન્ડફોલ

Mumbai news:મુંબઈમાં ત્રણ ગુજરાતીઓની સામૂહિક આત્મહત્યા, આર્થિક સંકટથી કંટાળીને ઝેર ગટગટાવ્યું

રૂ.15 લાખની લાંચનો પર્દાફાશઃ ઇન્કમટેક્સ વિભાગના આ બાબુના ઘરેથી મળ્યાં 11 લાખ રૂપિયા રોકડા

અર્નબ વાવાઝોડાનો કહેર, અંદાજે 300 થી વધુ ગામોમાં ભારે વરસાદ, ઓડિસ્સા, આંધ્રમાં તબાહીના દ્રશ્યો


અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું અર્નબ, 28 ઓક્ટોબરે આંધ્રના દરિયાકાંઠે લેન્ડફોલ

Mumbai news: મુંબઈમાં ત્રણ ગુજરાતીઓની સામૂહિક આત્મહત્યા, આર્થિક સંકટથી કંટાળીને ઝેર ગટગટાવ્યું

રૂ.15 લાખની લાંચનો પર્દાફાશઃ ઇન્કમટેક્સ વિભાગના આ બાબુના ઘરેથી મળ્યાં 11 લાખ રૂપિયા રોકડા









