પુણેઃ મહારાષ્ટ્રના ગ્રામીણ લોનાવાલા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક લોહાગઢ કિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક યુવતીએ તેના પ્રેમી સાથે મળીને તેના મંગેતરને કિલ્લા પરથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત તરીકે દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પોલીસ તપાસમાં હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. પોલીસે મંગેતર અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

શું છે આખો મામલો ?

પોલીસના જણાવ્યાં અનુસાર આ ઘટના 18 જૂન, 2026 ના રોજ બની હતી. કેતન અગ્રવાલ અને સિયા ગોયલ લગ્ન કરવા જઈ રહ્યાં હતા. તેમની ફેબ્રુઆરી 2026 માં સગાઈ થઈ હતી. લોનાવાલા નજીક લોહગઢ કિલ્લાની તેમને મુલાકાત લીધી હતી. સિયા ગોયલે સવારે 10.30 થી 11.00 વાગ્યાની વચ્ચે પોતાના પરિવાર અને પોલીસને ફોન કરીને જાણ કરી કે કેતન અગ્રવાલ લોહાગઢ કિલ્લા પરથી લપસીને પડી ગયો હતો અને 400 ફીટ ઊંડી ખીણમાં પડી જવાથી મોત થયું છે. માહિતી મળતાં જ કિલ્લાના સુરક્ષા ગાર્ડ, પોલીસ અને બંનેના પરિવારજનો પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ઘટનાના દિવસે જ પોલીસ સ્ટેશનમાં કલમ 194 હેઠળ આકસ્મિક મોતનો કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે, તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા હતા. મૃતક, કેતન અગ્રવાલ, ટ્રેકિંગમાં ખૂબ જ અનુભવી હતો અને વારંવાર ટ્રેકિંગ કરતો હતો. તે અચાનક પોતાનું સંતુલન ગુમાવી બેઠો હતો અને પડી ગયો હોવાનો દાવો પોલીસને વિશ્વાસમાં ન આવ્યો. કેતનના પરિવારના સભ્યોને આ ઘટના અંગે શંકા જતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને આ મામલાની સંપૂર્ણ તપાસની માંગ કરી હતી.