રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, વિદ્યાર્થીઓ પર હુમલો એ દરેક ભારતીય પરિવાર પર હુમલો છે. વડાપ્રધાન મોદીને લાગે છે કે તેઓ કોઈ પણ જવાબ આપ્યા વગર કે પરિણામ ભોગવ્યાં વગર છટકી જશે - એવું નહીં થઈ શકે, આ વખતે તો બિલકુલ નહીં. જે માને છે કે આપણા વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ તેવું જે માને છે તેમને અહીં આવવા અપીલ કરું છું. ભારતના વિદ્યાર્થીઓનો અવાજ નજરઅંદાજ કરી શકાય નહીં.
#WATCH | Delhi: Congress leaders including Lok Sabha LoP Rahul Gandhi, Priyanka Gandhi Vadra, KC Venugopal, Pawan Khera and others hold a protest at Lok Kalyan Marg, demanding the resignation of Education Minister Dharmendra Pradhan. pic.twitter.com/o7M4nqD5GP
— ANI (@ANI)
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ એક્સ પર પોસ્ટ કરી લખ્યું, કોકરોચ જનતા પાર્ટીના ધરણાને નબળા પાડવા માટે વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીને પોતાના આવાસ પર ધરણા પર બેસાડી દીધા. આતીશીએ પણ પોસ્ટ કરી હતી.
કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે લખ્યું, અમે એ બતાવવા આવ્યાં હતા કે સંસદમાં અમને બોલવાની મંજૂરી નથી. અમે વડાપ્રધાન મોદી સાથે વાત કરવા માંગતા હતા. અમે તેમના આવાસ પર એ કહેવા આવ્યાં છીએ કે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડશે. તેમણે શિક્ષણ મંત્રીને બરતરફ કરવા જોઈએ. દિલ્હી પોલીસ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. જેના માટે ગૃહમંત્રી જવાબદાર છે, વડાપ્રધાન મોદી જવાબદાર છે. તેઓ આ જવાબદારીમાંથી ભાગી શકે નહીં.
દિલ્હી પોલીસે કોંગ્રેસ સાંસદ કે. સુરેશ, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, કન્હૈયા કુમાર સહિત પાર્ટીના ઘણા નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી છે. સુરક્ષાના પગલા રૂપે પીએમ આવાસ પાસે અર્ધસૈનિક દળો પણ તૈનાત કરી દેવાયા છે.
ટ્વીટ જુઓ ↗