તિબેટમાં હિમનદી હિમપ્રપાતને કારણે ભોટેકોશી નદીમાં પૂર આવ્યું, બિહાર અને ઉત્તર પ્રદેશમાં ચેતવણી
ઘણા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને નુકસાન થયું, બહુમાળી ઇમારતો, પુલો અને લોકો એક જ ક્ષણમાં તણાયા
ભોટેકોશી પૂરના પાણીને કારણે ત્રિશુલી નદી પણ છલકાઈ ગઈ
નેપાળઃ તિબેટ સરહદ નજીક નેપાળના રાસુવા જિલ્લામાં બુધવારે આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક 160 એ પહોંચ્યો છે. લગભગ 750 વધુ લોકો ગુમ છે, જેમાં 133 ભારતીય પ્રવાસીઓ અને 37 NRI નો સમાવેશ થાય છે, જેમાંથી ઘણા કૈલાશ માનસરોવર યાત્રા પર હતા.













