નવી દિલ્હી: રાજધાની દિલ્હીથી જંતર-મંતર ખાતે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે સોનમ વાંગચુકને હોસ્પિટલ ખસેડ્યા છે, જેઓ છેલ્લા 20 દિવસથી ત્યાં ભૂખ હડતાળ પર હતા. ભૂખ હડતાળને કારણે વાંગચુકની તબિયત બગડી રહી હતી, જેને પગલે પોલીસે તેમને તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે જંતર-મંતર સ્થળ પરથી પ્રદર્શનકારીઓને હટાવી નાખ્યાં છે.

જંતર-મંતર પર પોલીસ દળ તૈનાત

નવા પોલીસ કમિશનર અનુરાગ કુમારે સોનમ વાંગચુકના મુદ્દે દિલ્હી પોલીસ મુખ્યાલય ખાતે મોડી સાંજે નવી દિલ્હી જિલ્લા રેન્જના જોઈન્ટ સીપી (Joint CP) અને ડીસીપી (DCP) સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ, પોલીસે વહેલી સવારે સોનમ વાંગચુકને જંતર-મંતરથી હટાવીને હોસ્પિટલ ખસેડ્યા હતા. દરમિયાન ત્યાં હાજર વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને સ્થળ પરથી હટાવવામાં આવી રહ્યાં છે.  

20 જુલાઈએ મોટા વિરોધ પ્રદર્શનની ચેતવણી